શ્રીલંકા બ્લાસ્ટ : શ્રીલંકામાં ચર્ચ અને ફાઇવ સ્ટાર હોટલમાં રવિવારે ઇસ્ટરના સમયે થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સખ્યાં 290 સુધી પહોંચી ગઇ છે. જ્યારે લગભગ 500થી વધુ ઘાયલ થયા છે. લિટ્ટેની સાથે ખૂની સંઘર્ષને દૂર થયા બાદ લગભગ એક દશક બાદ આ ઘટનાથી શ્રીલંકાની શાંતી ભંગ થઇ છે. અત્યાર સુધી અહીં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાંચ ભારતીયોના પણ મોત નીપજ્યાના સમાચાર છે આ સંજોગોમાં એક ભારતીય અભિનેત્રીનો સદનસીબે આબાદ બચાવ થયો છે. હોટલમાંથી નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ અહીં બ્લાસ્ટ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે શ્રીલકાના ગિરજાઘર અને ફાઇવ સ્ટાર હોટલમાં ઇસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલા અને આઠ બોમ્બ વિસ્ફોટમાં 290 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં પાંચ ભારતીયોના પણ મોત થયા છે. આ દરમિયાન જાણીતી અભિનેત્રી રાધિકા સારઠકુમાર પણ શ્રીલંકામાં હાજર હતા. જોકે સદનસીબે એમનો આબાદ બચાવ થયો છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને તેણીએ આ અંગે જાણકારી આપી છે. તેણીએ ટ્વિટ કરતાં લખ્યું કે, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે ત્યાં જ હતી. 


આ પણ વાંચો: શ્રીલંકા બ્લાસ્ટ, આ સંગઠન આવ્યું ચર્ચામાં


રાધિકાએ લખ્યું કે, જે ફાઇવ સ્ટાર હોટલમાં બ્લાસ્ટ થયો એ હોટલમાં જ તેણી રોકાઇ હતી. જેનું નામ Colombo Cinnamongrand hotel છે. તેણી લખે છે કે તેણીએ હોટલ છોડ્યાની ગણતરીની મિનિટોમાં જ ત્યાં બ્લાસ્ટ થયો હતો. અહીં નોંધનિય છે કે, એલટીટીઇ સાથેના સંઘર્ષ ખતમ થયાના અંદાજે એક દાયકા બાદ શ્રીલંકામાં શાંતિ ભંગ થઇ છે. આ વિસ્ફોટોમાં જાન ગુમાવનારાઓ માટે વિશ્વભરમાં શાંતિ શ્રધ્ધાંજલિ અર્પિત થઇ રહી છે. ફ્રાંસના પેરિસ સ્થિત એફિલ ટાવરની લાઇટો અડધી રાતે બંધ કરવામાં આવી હતી અને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ભારતના ગયા સ્થિત મહાબોધિ મંદિરમાં બૌધ્ધ ભિક્ષુઓએ મૃતકો માટે પ્રાર્થના કરી હતી.


આ પણ વાંચો : પાંચ ભારતીય સહિત 290 મોત 


વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને મૃતક પાંચ ભારતીયોની ઓળખ કરી છે, જેમાં લક્ષ્મી, કેજી હનુમંથરૈયપ્પા, એમ રંગપ્પા, નારાયણ ચંદ્રશેખર અને રમેશ. તેમણે ટ્વિટમાં કહ્યું કે, કોલંબામાં ભારતીય ઉચ્ચાયુક્તે જાણકારી આપી છે કે નેશનલ હોસ્પિટલે એમને ભારતીયોના મોત અંગે સૂચિત કર્યા હતા. આ વિસ્ફોટમાં ભારતીય લોકો સહિત 500 લોકો ઘાયલ થયા છે. રવિવારે થયેલા આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઇ સંગઠને લીધી નથી.


દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV